અમરેલીમાં યુવકની ડોક પકડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે રવિભાઈ રાજાભાઈ ગૌતમે અમિત યાદવ તથા તેની સાથે રહેલા બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ દવા લઈને પરત આવતા હતા તે દરમિયાન અમિત યાદવના પિતા તેમના વતનમાં હતા ત્યારે તેમનું ઝૂંપડું સળગાવી દીધું હતું. જેથી તેમના પરિવાર તથા અમિત યાદવના પિતા વચ્ચે બોલાચાલી થઈ હતી. તે વાતનું મનદુઃખ રાખી અમિત યાદવે તેમને પાછળથી ડોક પકડીને માર મારવા લાગ્યો હતો. અજાણ્યા બે આરોપીઓએ પણ તેમને શરીરે આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.