બગસરા નાગરિક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ૧૫ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. તા.૧૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ૧૫ સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં તમામ સભ્યો
બિનહરીફ ચૂંટાયા હતા. પાંચ દાયકા જૂની આ સહકારી સંસ્થાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન પદે વિઠ્ઠલભાઈ હીરાણી અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ ખાંદલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બિનહરીફ ચૂંટણી થતાં ડિરેક્ટરો અને સ્ટાફ દ્વારા હારતોરા કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. બેંકની વિવિધ માહિતી મેનેજર શીતલબેન ડોબરીયા દ્વારા
આપવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તેમના નેતૃત્વ હેઠળ બેંક વિકાસ અને વિશ્વાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી.