કચ્છ-ભુજના માધાપર મુકામે યોજાયેલ ૭૦મી અખિલ ભારતીય શાળાકીય U-૧૭ બેઝબોલ (બહેનો) રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાની ટીમ-બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી સમગ્ર રાજ્યમાં દ્વિતીય (બીજો) નંબર પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.આ સફળતા બદલ ગુરુકુળના વડા ભગવતપ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત સ્વામીજી, અમરેલી જિલ્લા રમત-ગમત અધિકારી પૂનમબેન અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ગુજરાત બેઝબોલ ફેડરેશનના હોદ્દેદારો તેમજ શાળાના આચાર્ય અને કોચ ઝાલા દિગ્વિજયસિંહ તથા વાળા દીપકભાઈ સહિત સમગ્ર સ્ટાફે પણ ટીમને અભિનંદન પાઠવ્યા છે.