અમરેલીની જાણીતી દીપક હાઇસ્કૂલ ખાતે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ આપવા માટે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને ચિત્રો દ્વારા રજુ કર્યું હતું. રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓના રોડમેપ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન એનર્જી અને સ્પેસ ટેકનોલોજી જેવા વિષયો પરના ચિત્રો નિહાળીને સર્જનાત્મક પ્રતિભાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં હોદ્દેદારો, દીપક હાઇસ્કૂલના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, સ્પર્ધક વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં કલાની સાથે રાષ્ટ્રીય ભાવનાનો પણ સંચાર થાય છે.