ગુજરાત રાજ્ય સહકારી સંઘના આશ્રયે દામનગર સ્થિત શ્રી સહજાનંદ આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા. ૯થી ૧૪ માર્ચ દરમિયાન યુવક સહકારી શિક્ષણ વર્ગ યોજાયો હતો. તાલીમમાં વિદ્યાર્થીઓએ નિયમિત હાજરી આપી સહકારી ક્ષેત્ર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓને યુવક સહકારી તાલીમના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, કોઠારી સ્વામી ચંદ્રપ્રસાદદાસ સ્વામીજી, હરજીભાઈ નારોલા, કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ કોલડીયા સહિત મહાનુભાવો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.