વલ્લભીપુર મુકામે ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની વિશેષ નોંધ લઈને સંસ્થા વતી હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ રાજકીય કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીના હસ્તે હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરાને શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના એડમિન પ્રશાંતભાઈ પંડ્યા, પ્રદેશ ભાજપ અગ્રણી રઘુભાઈ હુંબલ, પેથાભાઈ આહિર તેમજ ભાવનગર જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.







































