રાજુલા શહેરના ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી એસોસિએશન દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા તેમની કચેરી ખાતે સન્માન કરાયું હતું. આ પ્રસંગે હરેશભાઈ તેરૈયા, કીર્તિભાઈ તલાટી, મનસુખભાઈ વાઘેલા, અશોકભાઈ શિયાળ, રફિકભાઈ, પ્રવીણભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા.હીરાભાઈ સોલંકીએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જરૂરિયાતના સમયે મળતા સહકાર બદલ એસોસિએશનનો આભાર માન્યો હતો.