સેવા સમર્પણ ઉત્સવ અભિયાન અંતર્ગત બાબરા શહેરના વોર્ડ નં. ૨માં આંગણવાડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ અને લાભાર્થી બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ રમેશભાઈ પરવાડીયા, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ખખ્ખર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ લાભાર્થી બહેનો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ બાળકોને હૂંફ અને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં બાળકોના વિકાસ, પોષણ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.