અમરેલી શહેરના સાવરકુંડલા રોડ બાયપાસ ફાટક પાસે આવેલ મીરા એન્ટરપ્રાઈઝના ભંગારના ડેલામાં આગ લાગ્યાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જાણ મળતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ બે વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણી અને ફોમનો સતત મારો ચલાવી આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. કર્મચારીઓએ વહેલી સવારના સમયે જીવના જોખમે કામગીરી કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. કામગીરીમાં પ્રવિણભાઈ ચોહાણ, ભગવતસિંહ ગોહિલ, સાગરભાઈ પુરોહિત, કૃષ્ણભાઈ ઓળકીયા, જગદીશભાઈ ભુરીયા, અરુણભાઈ વાઘેલા, કૌશિકભાઈ પરમાર અને મિલનભાઈ ગાંભવાએ ફરજ બજાવી હતી.