લાઠી શહેરની તાલુકા શાળામાં આશરે ૭૦૦ થી ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા છૂટવાના સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બહાર નીકળતા હોવા છતાં કેટલાક શિક્ષકો ફોરવ્હીલ વાહનો લઈને વિદ્યાર્થીઓની સાથે જ શાળામાંથી બહાર નીકળતા હોવાની રજૂઆત સામે આવી છે. વાહનોના હોર્ન અને અવરજવરથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. ખાસ કરીને સાયકલ દ્વારા આવતા નાના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળા છૂટવાના સમયે વાહનોની અવરજવર નિયંત્રિત કરવા વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. શિક્ષકોના સમયપાલન અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.આ અંગે શાળાના આચાર્ય સહિત તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરવા છતાં સ્થિતિમાં ફેરફાર ન થયો હોવાની રજૂઆત છે. શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ છે.


































