લીલીયા જલારામ મંદિર ખાતે ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળીની ૩૨મી વાર્ષિક સાધારણ સભા પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સંસ્થાના એમડી દિનેશભાઈ ભટ્ટે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ હનુભાભા ધોરાજીયા, જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, પૂર્વ સદસ્ય વિપુલભાઈ દુધાત અને ચેરમેન હિતેશભાઈ કારિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સભાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, અરૂણભાઈ પટેલ, અશોકભાઈ વરિયા અને કિશોરભાઈ પાઠકે સંસ્થાના વહીવટની પ્રશંસા કરી હતી. સંસ્થામાં ૨૭૧૦ સભાસદ હોવાનું તેમજ સ્વભંડોળ, સભાસદ ધિરાણ, શેર ભંડોળ અને થાપણ સહિતની વિવિધ નાણાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સંજયભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી.

































