અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જિલ્લાકક્ષાએ “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકગીત, લોકનૃત્ય, નુક્કડ નાટક, ચિત્રકામ અને કાવ્ય લેખન એમ કુલ પાંચ સ્પર્ધાઓ યોજાશે. મુખ્ય સ્પર્ધકોની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ અને સહાયકોની ૧૮ થી ૪૦ વર્ષ નક્કી કરાઈ છે. ઈચ્છુક ઉમેદવારો, સંસ્થાઓ કે શાળાઓએ પોતાની એન્ટ્રી તારીખ ૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં બહુમાળી ભવન, અમરેલી ખાતે રૂબરૂ કે ટપાલથી મોકલવાની રહેશે. વધુ વિગતો કચેરીના બ્લોગ કે ફોન નંબર પરથી મેળવી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




































