બાબરા તાલુકાના જામ બરવાળા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ લાખના ખર્ચે જુનવદર રોડને જોડતો સુવિધાપથ (સી.સી. રોડ) મંજૂર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાની સતત રજૂઆત કરી હતી. ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય જનક તળાવીયાએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે, ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગ્રામજનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. ધારાસભ્ય જનક તળાવીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “જામ બરવાળા ગામે આ સી.સી. રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં પણ બાબરા તાલુકાના દરેક ગામના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.”




































