ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે બાબરાના ભૂપેન્દ્ર બસીયાની તાજેતરમાં વરણી થતાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુ ભૂતીયા, મયુર માંજરિયા, ચેતન શિયાળ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ લલીત આંબલીયા, મહેશ જાવીયા સહિત બાબરા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા ભૂપેન્દ્ર બસીયાને શાલ ઓઢાડી તથા પુષ્પહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું