ધારી તાલુકાના વાઘાવાડી ગામે અવારનવાર દેખાતા દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો હતો. ગામમાં દીપડો વારંવાર નજરે પડતો હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. દીપડાની હિલચાલ અંગે ગામલોકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિકોની રજૂઆતને પગલે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરામાં આવી જતા વન વિભાગે તેને સુરક્ષિત રીતે ઝડપી લીધો હતો. દીપડો પાંજરે પૂરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.