અમરેલીના ચિતલ રોડ ખાતે આવેલા વન ચેતના કેન્દ્રની ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનો દ્વારા પ્રેરણાના પુસ્તકો આપી મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં મંત્રી મોઢવાડિયાના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ નર્સરીની મુલાકાત લઈ રોપા, વૃક્ષ ઉછેર, ફૂલછોડ, ખેતી અને ખેડધારી, તા. ૨૬ ધારીના કરમદડી ગામે ગણપતિ દાદાને પ્રસાદ ચડાવવા ગયેલી યુવતીની કુર્તી પકડી પછાડી દીધી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. બનાવ સંદર્ભે ધર્મિષ્ઠાબેન જયંતીભાઈ પાટડીયા (ઉં.વ.૨૧)એ મિતેશભાઈ વિનુભાઈ ગોંડલીયા, અશોકભાઈ રામદાસભાઈ ગોંડલીયા તથા અક્ષયભાઈ પ્રવીણભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ સાક્ષી ભવદીપભાઈ સાથે મોટરસાયકલ લઈને કરમદડી ગામના બસ સ્ટેન્ડ પાસે ગ્રામજનોએ સ્થાપિત કરેલા ગણપતિજીને ચૂરમાના લાડવાનો પ્રસાદ ચડાવવા ગયા હતા. તે સમયે આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી ભવદીપભાઈ સાથે ઝપાઝપી કરી માથાકૂટ કરી હતી. જેથી ધર્મિષ્ઠાબેન છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ ગળાના ભાગેથી તેમની કુર્તી પકડીને નીચે પછાડી દીધા હતા.ત્યારબાદ તેઓ તથા ભવદીપભાઈ જેમ-તેમ બચીને પોતાના ઘરે જવા મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાનદાદાના મંદિર આગળના ચોક પાસે ત્રણેય આરોપીઓ હાથમાં લોખંડના પાઈપ લઈને આવ્યા હતા અને તેમને રોક્યા હતા. આરોપીઓએ ફરી માથાકૂટ કરી ગાળો આપી લોખંડના પાઈપ વડે ભવદીપભાઈને મારવા દોડ્‌યા હતા. તે સમયે સંગીતાબેન વચ્ચે પડતાં આરોપીએ જાનથી મારી નાખવાના ઈરાદાથી તેમના માથાના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો, જેના કારણે તેમને ૧૬ ટાંકા આવે તેવી ગંભીર ઈજા થઈ હતી.આ ઉપરાંત આરોપી અક્ષયે પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપનો એક ઘા અર્જુનભાઈના મોં પર મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આ મામલે ધારી પોલીસ સ્ટેશનના પી આઈ કે. બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.તાલીમ અંગેની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દીપક વઘાસિયા, વિપુલ ભટ્ટી, વિજય ચોટલીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.