ખાંભા ખાતે સહજાનંદ ગુરુકુળના સંચાલક અને પૂજ્ય સંત અ.નિ. સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજીની
સ્મૃતિમાં ભાવભીની શ્રધ્ધાંજલિ સભા યોજાઈ હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સભામાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સંતો તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ સ્વામી રાધારમણદાસજીની સંતસેવા, સમાજસેવા અને આધ્યાત્મિક ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી દેવવલ્લભદાસજી, કોઠારી સ્વામી મહાપુરુષદાસજી સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહજાનંદ ગુરુકુળ ખાતે પહોંચ્યા હતા અને પૂજ્ય સ્વામી રાધારમણદાસજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






































