બાબરા પંચકુંડના ગેટ પાસેથી ટ્રાન્સપોર્ટના વેપારીનું બાઈક ચોરાયું હતું. વાવડી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી નિરવભાઈ રાવતભાઈ દેથળીયા (ઉ.વ. ૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમની રૂ. ૩૦ હજારની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ બાબરા પંચકુંડના ગેટ સામેથી અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો.


































