સાવરકુંડલા મામલતદાર એસ.બી. દેસાઈ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ જયવીરભાઈ ખુમાણ તથા નિલેશભાઈ પરમાર ટ્રેક્ટર પર સવાર થઈ શેલણા ગામે પહોંચ્યા હતા. મુશ્કેલ રસ્તાઓ વચ્ચે સ્થળ પર જઈ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી પાણીના વહેણને બંધ કરવામાં આવ્યો હોવાની રજૂઆત મળતા તેની પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કાળુભાઈ લુણસર, પરબતભાઈ ગેડિયા, બટુકભાઈ ઉકાણી, અતુલભાઈ દ. ગભરૂભાઈ રામાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોકભાઈ રામાણી અને સુરેશભાઈ રામાણીએ પણ ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. કચેરી પૂરતી કામગીરી સીમિત ન રાખી અધિકારીઓએ સ્થળ પર જઈ સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો.




































