અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યભરની સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. પ્રમુખ પંકજભાઈ મહેતા, અધ્યક્ષ કમલેશભાઈ હડીયા અને મહામંત્રી રાજુભાઈ ધાનાણી દ્વારા રજૂ થયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાતમાં ૧૭ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓમાં આશરે ૫૦ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવા આપે છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં આ શાળાઓનો ફાળો ૬૦ ટકાથી વધુ છે. મંડળે હ્લઇઝ્ર પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરી છે, જેમાં દર વર્ષે ૧૦ ટકા કે તેથી ઓછો ફી વધારો કરતી શાળાઓને સીધી મંજૂરી આપવા જણાવાયું છે. સાથે ઇ્ઈ હેઠળના વિદ્યાર્થીઓની ફીની ચૂકવણી હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ કરવા, શિક્ષણ (સુધારા) વિધેયક ૨૦૨૬માં કર્મચારીઓની નિમણૂક અને છૂટા કરવાની સત્તા સંચાલકો પાસે રાખવા તેમજ સરકારી પરિપત્રો અને માહિતી માટે એક કોમન પોર્ટલ બનાવવા પણ રજૂઆત કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે વારંવારની રજૂઆત છતાં અમલવારી થઈ નથી. જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે.




































