ખાંભા ખાતે ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની ૭મી શાખાનો સંતો-મહંતો, સહકારી આગેવાનો, સભાસદો તથા તાલુકાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાંભા ગુરુકુળના પૂજ્ય ડા. દેવ વલ્લભ સ્વામી તથા ખોડલધામ મંદિર-નેસડીના મહંત પૂજ્ય લવજીભાઈ બાપુએ આશીર્વાદ આપી મંડળીના નવા સભાસદો અને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ તાલુકાના આશરે ૨૦૦ નવા સભ્યો મંડળીમાં જોડાયા હતા. પ્રસંગે મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડિયા, મગનભાઈ કોઠિયા, સુરેશભાઈ નસિત, તાલુકા પંચાયત પ્રમુખ શિવલાલભાઈ સુદાણી, વિનોદભાઈ માંડણકા, બટુકભાઈ નસિત સહિત ૪૦૦ જેટલા ગ્રામજનો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.