અમરેલીના પ્રતાપપરા ગામેથી કતલખાને ધકેલાતી ૮ ભેંસો બચાવાઈ હતી. આરોપી રિયાજભાઈ હુશેનભાઈ કાલવા (ઉ.વ.૨૭) કતલ કરવાના ઈરાદે પોતાના ટ્રકમાં આઠ ભેંસોને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની સગવડ વગર ખીચોખીચ ભરીને લઈ જતો ઝડપાયો હતો. પોલીસે ભેંસો તથા ટ્રક સહિત રૂ. ૬,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.








































