પવિત્ર શ્રાવણ માસની શિવરાત્રીએ આનંદેશ્વર મહાદેવની કૃપાથી ગુરુદેવ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ પરિવાર દ્વારા પાર્થિવ શિવલિંગ મહાપૂજનનું ભવ્ય આયોજન કરાયું હતું. તા. ૯ સપ્ટેમ્બરે સાંજે ૭ વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમમાં ચાર પ્રહર દરમિયાન રાત્રી સુધી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સ્વામી ભોલાનંદ ગુરુજી દ્વારા લાઈવ પ્રસારણથી મહાપૂજનની વિધિ કરાવવામાં આવી હતી. ભાવિકો માટે બેઠક તેમજ ફલાહાર અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.









































