બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ તાજેતરમાં મુંબઈની તાજ પેલેસ હોટેલમાં જાવા મળી હતી, જ્યાં સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ હાજર હતો. આ દરમિયાન, અમીષા અને હાર્દિક ગપસપ કરતા જાવા મળ્યા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં, અમીષા હાર્દિક પંડ્યાને તેના મિત્રો સાથે પરિચય કરાવતી જાવા મળી. આ વીડિયો સામે આવતાની સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કરવાનું શરૂ કરી દીધું કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વધુ કંઈક હતું. અમિષાએ હવે આ અફવાઓનો જવાબ આપ્યો છે.
એક યુઝરે અમિષા અને હાર્દિક પંડ્યાની વાતચીતનો Âક્લપ શેર કર્યો, જે સૂચવે છે કે તેમની વાતચીત ફક્ત મિત્રતા કરતાં પણ વધુ હતી. યુઝરે તેમની વાતચીત દરમિયાન એક ક્ષણ તરફ ધ્યાન દોર્યું જ્યારે અમિષાએ હાર્દિક પંડ્યાના ખભા પર હાથ મૂક્યો. અમિષાએ આ પોસ્ટ જાતાં જ તે ગુસ્સે થઈ ગઈ. તેણે સોશિયલ મીડિયા યુઝરની એક સામાન્ય, મૈત્રીપૂર્ણ હાવભાવને રોમાંસ સાથે ભેળસેળ કરવા બદલ ટીકા કરી.
એકસ યુઝરે અમિષા પટેલ અને હાર્દિક પંડ્યાની વાતચીતનો એક વિડિયો શેર કર્યો, જેમાં લખ્યું, “બેંગલુરુની એક હોટલમાં પાર્ટી દરમિયાન અમિષાએ જે રીતે હાર્દિકના ખભા પર હાથ મુક્યો તે રેડિટ પર ફેલાતી અફવાઓની પુષ્ટિ કરે છે.” અમીષાએ ઠ યુઝરની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો, પોસ્ટની ટીકા કરતા લખ્યું, “બિલકુલ સાચું. હે ભગવાન, તમે સાચા છો… મેં તેના પર હાથ જે રીતે મૂક્્યો તે ખરેખર રોમેÂન્ટક હતો. હું તમને ઓળખતી નથી, પણ તમારી કોઈ સ્ત્રી મિત્ર ચોક્કસ નથી. આવી બાબતો વિશે પોસ્ટ કરતા પહેલા તમારે એક †ી મિત્ર બનાવવી જાઈએ.”હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, તે મોડેલ મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. હાર્દિકે તાજેતરમાં મહિકા સાથે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર મહિકા સાથેનો ફોટો શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા.












































