મિસ વર્લ્ડ ૨૦૨૬ આજે, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ વિયેતનામમાં યોજાઈ હતી. ભારતીય મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ નિકિતા પોરવાલ, સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. જાકે, નિકિતા ટોચના ૨૦ માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ. ત્યારે બધાની નજર આ વર્ષના વિજેતા પર હતી, જેની હવે જાહેરાત કરવામાં આવી છે. ગ્રાન્ડ ફિનાલે દરમિયાન, ડોમિનિકન રિપબ્લિકની જાહરી મોલાને આ વર્ષની વિજેતા જાહેર કરવામાં આવી હતી, અને ગયા વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધાની વિજેતા થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ જાહરીને તાજ પહેરાવ્યો હતો. ઓપલ સુચાતા ચુઆંગશ્રી તેના દેશની પ્રથમ સ્પર્ધક હતી જેણે ખિતાબ જીત્યો હતો.સ્પેનની મિસ વર્લ્ડ એલિઝાબેથ રેન્સે સ્પર્ધામાં ડોમિનિકન રિપÂબ્લકની જાહરી મોલાને સખત લડત આપી હતી, પરંતુ જાહરીએ એલિઝાબેથને પાછળ છોડી દીધી અને તાજ પોતાના નામે કર્યો. એલિઝાબેથ રેન્સને પ્રથમ રનર-અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે મલેશિયાની તનુસિયા ચેટ્ટીને બીજા રનર-અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
મિસ વર્લ્ડના ૭૩મા સંસ્કરણમાં ટોચના છ ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવનાર છ સુંદરીઓમાં મિસ વર્લ્ડ ડોમિનિકન રિપÂબ્લકની જાહેરી મોલ્લા (અમેરિકા અને કેરેબિયન), મિસ વર્લ્ડ એરિટ્રિયાની સ્નિટ હબ્તાબ (પીપલ્સ ચોઇસ), મિસ વર્લ્ડ વિયેતનામની લે ન્ગ્યુએન બાઓ ન્ગોક (એશિયા અને ઓશનિયા), મિસ વર્લ્ડ મલેશિયાની તાનુસિયા ચેટ્ટી (બ્યુટી વિથ અ પર્પઝ), મિસ વર્લ્ડ સ્પેનની એલિઝાબેથ રેઇન્સ (યુરોપ) અને મિસ વર્લ્ડ સાઉથ આફ્રિકાની રોમાન્ડા હોમ્બીર (આફ્રિકા)નો સમાવેશ થાય છે, જેમને જાહેરીએ હરાવીને ખિતાબ જીત્યો હતો.
ભારતનું પ્રતિનિધિત્વ કરતી નિકિતા પોરવાલની વાત કરીએ તો, તે ટોચના ૨૦ માં પણ સ્થાન મેળવી શકી ન હતી અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. નિકિતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી પર્ફો‹મગ આર્ટ્સમાં બેચલર ડિગ્રી મેળવી છે, જે નાટક/અભિનયમાં નિષ્ણાત છે. તેણીએ ૨૦૧૮ માં ટીવી એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૬૦ થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. ૨૦૨૪ માં, તેણીએ ફેમિના મિસ ઈન્ડિયા મધ્યપ્રદેશ અને પછી ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ ૨૦૨૪ નો ખિતાબ જીત્યો. મિસ વર્લ્ડ ૨૦૨૬ માં ટોપ ૪૦ માં પહોંચ્યા પછી, તે ટોપ ૨૦ માં સ્થાન મેળવી શકી નહીં અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.













































