કૃષિ દેશની અર્થવ્યવસ્થામાં અંદાજે ૧૭% જેટલું જીડીપીમાં યોગદાન અને અંદાજે ૬૦% વસ્તી ને રોજગાર પ્રદાન કરે છે હાલમાં, દેશની કુલ જમીનનો આસરે ૬૦% ઉપયોગ પાક ઉત્પાદન માટે થાય છે. કૃષિ, જોડે સૌથી ઓછી યાંત્રિકીકરણ હોવા છતાં કૃષિના વિકાસ અને વ્યવસાયિકરણ માટે વેગ મળ્યો છે.વૈશ્વિક કૃષિનો મુખ્ય પડકાર વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવાનો છે , જે આજે સાત અબજથી વધીને વર્ષ ૨૦૫૦ની આસપાસ અંદાજે નવ અબજ થવાની આગાહી કરવામાં આવે છે. આજે ભારત વિશ્વભરમાં તેજીથી બઢતી અર્થવ્યવસ્થા થઇ રહી છે. આ અર્થવ્યવસ્થાની ગતિને કૃષિ છેત્રે ટકાવી રાખવામાં પ્રિસિઝન ફાર્મિંગની ખુબજ જરુરીયાત છે. આજે કૃષિ છેત્રે વિકાસ માટે સારું ઉત્પાદન સાથે સમયસર ટકાવી રાખવામાં પ્રિસિઝન ફાર્મિંગનો ખુબજ મહ¥વપુર્ણ યોગદાન આપી શકે છે. જેમાં આવનાર સમયમાં બદલાવ વાતાવરણ અને જળવાયું પરિવર્તનમાં ડ્રોન જેવી તકનીકનો ઉપયોગથી કૃષિમાં આગામી હરિયાળી ક્રાંતિને પ્રહોત્સાહન આપવામાં મદદ કરશે. ટેકનોલોજી ખેડૂતોને પાક ઉત્પાદન અને સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. પ્રિસિઝન ર્ફામિંગ પણ નવા યુગની ખેતી માટે એક એવી જ પધ્ધતિ છે. ખેડૂતોના ઉત્પાદન અને આવક વધારવા માટે નવી પ્રકારની ખેતી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. આને પ્રિસિઝન ફાર્મિંગ Precision farming કહેવાય છે. આજે અમે તમને આ ખેતી વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ મળી રહી છે. પ્રિસિઝન ફાર્મિંગ શું છે? સૌ પ્રથમ, ચાલો જાણીએ કે પ્રિસિઝન ફાર્મિંગ શું છે. આ પછી જાણીશું કે આ નવા જમાનાની ખેતીમાં શું કરવાનું છે અને પડકારો શું છે. પ્રિસિઝન ફાર્મિંગ એ એક પ્રકારની ખેતી મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેમાં ખેતીના દરેક સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને ખેતીની જમીન વિશે યોગ્ય સમજ અને તે મુજબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેત પદ્ધતિમાં ટેક્નોલોજીની મદદથી ખેડૂતો ખેતી અંગે યોગ્ય નિર્ણયો લઈ શકે છે, તેમને નસીબના સહારે બેસવું નથી પડતું.
પ્રિસિઝન ફાર્મિંગના મુખ્ય ઉદેશ્ય શું છે
• ઉચ્ચ ગુણવતા અને સારું ઉત્પાદન મેળવું
• જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી • ખેતીમાં ઉપયોગ વિભિન્ન પરિબળોનું સુનિશ્ચિત વ્યવસ્થાપન • જરૂરિયાત મુજબ રાસાણિક ખાતર, દવાનો ઉપયોગ • વાવેતર વિસ્તારમાં સંપૂણ માહિતી જીપીએસ સાથે જોડવા માટે દા. ત. જમીન માપણી • શ્રમ અને સામગ્રી ખર્ચમાં ખટાડો થાય છે પ્રિસિઝન ફાર્મિંગ માં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી:
• ગ્લોબલ પોઝિશન સિસ્ટમ
• જિઓગ્રાફિકલ ઇન્ફોરમેશન સિસ્ટમ
•રિમોટ સેન્સિંગ
• કૃત્રિમ બુધ્ધિ અને રોબોટિક્સ ડ્રોન
પાકને લગતી દરેક નાની-મોટી માહિતી મળે છે.આવી ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીના વધતા ખર્ચ અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનને પણ ટાળી શકાય છે. તે પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો ઘટાડવામાં પણ મદદ કરે છે. પ્રિસિઝન ર્ફામિંગમાં આધુનિક ટેક્નિકલ સાધનોનો ઉપયોગ થાય છે. આમાં સેન્સરની મદદથી પાક, માટી, નીંદણ, કિટકો કે છોડમાં થતા રોગોની સ્થિતિ જાણી શકાય છે. આ તકનીકોની મદદથી પાકમાં દરેક નાના ફેરફારોને ટ્રેક કરી શકાય છે. જેમાં આવનાર સમયમાં બદલાવ વાતાવરણ અને જળવાયું પરિવર્તનમાં ડ્રોન જેવી તકનીકનો ઉપયોગથી કૃષિમાં આગામી હરિયાળી ક્રાંતિને પ્રહોત્સાહન આપવામાં મદદ કરશે .કૃષિ ડ્રોનનો ઉપયોગ સચોટ ખેતી માટે થાય છે. જે ખેતીની એક આધુનિક પધ્ધતિ છે જે કાર્યક્ષમતા ને શ્રેષ્ઠ બનાવવા માટે વધુ માહિતી અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. ખેડૂતો, ડ્રોન દ્વારા મેળવેલી માહિતીના આધારે નિર્યણયો બનાવી શકાય છે. જેથી પાકનું ઉચ્ચ ગુણવતા અને સારું ઉત્પાદન જાળવવી શકાય છે અને ખેતી ખર્ચ માં પણ ખટાડો કરી શકાય છે. પ્રિસિઝન ફાર્મિંગના ફાયદા શું છે?કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું નથી. પાકને વધુ પડતા રસાયણોની જરૂર પડતી નથી. પાણી જેવા સંસાધનોનો યોગ્ય અને પર્યાપ્ત ઉપયોગ થાય છે. તેનાથી પાકની ગુણવત્તા, ઉત્પાદકતા વધારવામાં મદદ મળી છે. ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. આ પ્રકારની ખેતી ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. પડકાર શું છે? પ્રિસિઝન ફાર્મિંગ પર કરવામાં આવેલા ઘણા સંશોધનો દર્શાવે છે કે આ માટે સૌથી મોટો પડકાર યોગ્ય શિક્ષણ અને નાણાકીય સ્થિતિ છે. ભારતમાં આ ખેતી અંગે સ્થાનિક નિષ્ણાતો, ભંડોળ, આ પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી વગેરેનો અભાવ છે. આ માટે પ્રિસિઝન ફાર્મિંગનો પ્રારંભિક ખર્ચ પણ ઘણો વધારે છે. આધુનિક યુગમાં, પ્રિસિઝન ર્ફામિંગના માધ્યમથી ડ્રોન કૃષિ છેત્રે ખેડૂતોને પાકમાં ઉચ્ચ ગુણવતા અને ઉત્પાદનની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે અને ઉત્પાદન ખર્ચ અને મુશ્કેલીઓનો ઘટાડે છે.













































