રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં કચેરીની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયમ મુજબ એક ખેલાડી વધુમાં વધુ બે રમતમાં ભાગ લઈ શકશે. રોકડ પુરસ્કાર મેળવવા માટે બંને રમતોનું રજિસ્ટ્રેશન એક જ KMK IDથી કરાવવું ફરજિયાત છે. જૂના ખેલાડીઓએ જૂના KMK IDનો ઉપયોગ કરવાનો રહેશે. વિવિધ વયજૂથના શાળાના વિદ્યાર્થીઓએ શાળા મારફતે, જ્યારે કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અન્ય ખેલાડીઓ મોબાઇલ અથવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી અરજી કરી શકશે.









































