મેંદરડા ખાતે ‘શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.’ની ૧૬મી વાર્ષિક સાધારણ સભા અને ૧૧મી નવીન શાખાનો ઉદ્‌ઘાટન સમારોહ સરદાર પટેલ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો. કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે, “સહકાર એ સુખ-દુઃખમાં સાથે ચાલવાની ભાવના છે, જેનાથી રાષ્ટ્ર સમૃધ્ધ બને છે.” તેમણે ચેરમેન અનિલભાઈ વેકરિયાના નેતૃત્વ અને પારદર્શક વહીવટની સરાહના કરી. આ પ્રસંગે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય પી.પી. સ્વામી, કુંજવિહારી સ્વામી તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, અતુલભાઈ કાનાણી અને કિરીટભાઈ પટેલ સહિતના રાજકીય-સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ અનિલભાઈ વેકરીયા, દિવ્યેશભાઈ વેકરીયા અને હોદ્દેદારોએ તમામ અતિથિઓ અને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.