ધોરાજી તાલુકાના તોરણીયા ગામેથી નાની પરબડી તરફ મોટરસાયકલ પર હોસ્પિટલના કામ અર્થે જઈ રહેલા બાવનજીભાઈ ઢાકેચા અને કાંતાબેન ઢાકેચાને અકસ્માત નડ્‌યો હતો. રસ્તામાં અચાનક શ્વાન આડું ઉતરતાં મોટરસાયકલ તેની સાથે અથડાઈ હતી. જેના કારણે બંને વૃધ્ધ દંપતી રસ્તા પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.