બાબરામાં સ્મશાનમાં ગાળો બોલવાની ના પાડતાં બે પક્ષોમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. અજયભાઇ ખીમજીભાઇ સાગઠીયા (ઉ.વ.૨૭)એ ) ગોપાલભાઇ ઉર્ફે મઠ્ઠી, કરણભાઇ મકવાણા તથા રાહુલભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ બાબરા ધુડીયા પ્લોટ ખાતે આવેલ સ્મશાન પાસે ઝઘડો કરતા હતા અને ગાળો બોલતા હતા. જેથી તેમણે ત્યાં જઇ ગાળો બોલવાની ના પાડતા ગોપાલભાઈને સારૂ નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમજ શરીરે મોઢાના ભાગે માર મારી તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે ડાબા પગે એક ઘા માર્યો હતો.ઉપરાંત તેના હાથમા રહેલા મોબાઇલનો છુટ્ટો ઘા કરી મોઢાના ભાગે નેણ પાસે મુંઢ ઇજા પહોંચાડી હતી. અન્ય બંને આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજા પહોચાડી હતી. જે બાદ કરણભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૨૪)એ રીયાઝભાઇ રજાકભાઇ ડેરૈયા, અજયભાઇ ખીમજીભાઇ સાગઠીયા,અમન સીતાપરા તથા નીકુંજભાઇ છાંટબાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ધુડીયા દાદાના મંદિરે બેઠા હતા અને સ્મશાનમાં આરોપી રીયાઝભાઈ ડરૈયા ગાળો બોલતા હોય જેથી તેમણે સ્મશાનમાં જઇ ગાળો બોલવાની ના પાડતા વાંસાના ભાગમાં એક પાઇપનો ઘા મારીતેમનો કાઠલો પકડીને એક લાફો મારતા ગોપાલભાઇ વચ્ચે પડતા ગોપાલભાઇને છરીનો ઘા મારવા જતા ગોપાલભાઇએ હાથ આડો રાખતા છરીની ઇજા કરી હતી. તેમજ તેમને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































