જૂનાગઢના ડુંગરપુર ગામે સાસરે રહેતી અને મૂળ છતડીયા ગામની પરિણીતા પર કરિયાવર મુદ્દે સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. આ અંગે દયાબેન માનસિંગભાઇ મોલાડીયા (ઉં.વ.૩૫)એ ડુંગરપુર ગામે રહેતા પતિ રસીકભાઇ વીરજીભાઇ જાળેરા, સસરા વીરજીભાઇ લવાભાઇ જાળેરા તથા સાસુ બબુબેન વીરજીભાઇ જાળેરા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, આરોપીઓ તેમને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ વધુ કરિયાવરની માંગણી કરી પતિએ ગાળો આપી, મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મિંગ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































