અમરેલી નગરપાલિકા દ્વારા શહેર મા સ્વચ્છતા રાખવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા મા આવ્યો છે. દુકાનદારો, વેપારીઓ અને મોલ્સ તેમજ આમ જનતાને પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા જાણ કરાય છે. પ્લાસ્ટિક કપ, ચમચી, પ્લેટ, ગ્લાસ, સ્ટ્રો, થર્મોકોલ અને માવાના પ્લાસ્ટિક નો વપરાશ ન કરવો. જો કોઈ વેપારી કે નાગરિક આ નિયમ નો ભંગ કરશે તો નગરપાલિકા ટીમ તપાસ કરીને પ્લાસ્ટિક જપ્ત કરશે અને દંડ વસુલ કરશે. દરેક લોકોએ કાપડ ની થેલી વાપરવી જોઈએ. અમરેલી ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ કરાઈ છે.