કોડીનાર-વેરાવળ બાયપાસ રોડ પર ટીવીએસ શો-રૂમ નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી સળગાવેલી હાલતમાં વીજ લાઇનના સર્વિસ વાયર તથા કેબલ મળી આવ્યા હતા. સ્થળ પરથી કોપર કાઢેલી હાલતમાં કેબલ ભરેલા પાંચ પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા. પોલીસે કુલ ૨૨ કિલોનો રૂ.૧૯,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા ઇસમોમાં અરવિંદભાઈ પરમાર, મનાભાઈ પરમાર અને મુકેશભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.