ઇન્ડોનેશિયામાં ભૂકંપની તીવ્રતા ૭.૭ માપવામાં આવી છે. ૧૫ ઓગસ્ટના રોજ, સવારે ૪ઃ૧૫ વાગ્યે (ભારતીય માનક સમય,પીટીઆઇ અનુસાર), ભૂકંપના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ભૂકંપ બાદ, સ્થાનિક રાહત અને હવામાન એજન્સીઓએ સુનામીની ચેતવણી જારી કરી હતી. કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. બચાવ કામગીરી માટે આપત્તિ પ્રતિભાવ અને સુરક્ષા દળોને તે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં ભૂકંપ અનુભવાયો હતો.
અહેવાલ મુજબ, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે શનિવારે સવારે ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે ૭.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૫ઃ૫૮ વાગ્યે અનુભવાયો હતો, જેનું કેન્દ્ર પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના એન્ડે શહેરથી ૬૮ કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ક્ષેત્રમાં ભૂકંપ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ શક્યીશાળી ભૂકંપને કારણે આસપાસના વિસ્તારોમાં જારદાર આંચકા અનુભવાયા હતા.પૂર્વ નુસા ટેંગારા, પશ્ચિમ નુસા ટેંગારા, દક્ષિણ સુલાવેસી અને દક્ષિણપૂર્વ સુલાવેસી પ્રાંતોના ભાગો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિકશા† એજન્સીએ સુનામી ચેતવણી જારી કરી છે. એજન્સીએ સ્થાનિકોને દરિયાકિનારા અને નદી કિનારાથી દૂર રહેવા વિનંતી કરી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવાસીઓને ઊંચી જમીન પર જવાની સલાહ આપી છે. દરિયાના મોજા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.ઇન્ડોનેશિયા ૧૭,૦૦૦ થી વધુ ટાપુઓનો વિશાળ દ્વીપસમૂહ છે. “રીંગ ઓફ ફાયર” પર તેનું સ્થાન ભૂકંપ અને જ્વાળામુખી જેવી આફતો માટે સંવેદનશીલ બનાવે છે. ઇન્ડોનેશિયા સુનામી માટે પણ સંવેદનશીલ છે. રીંગ ઓફ ફાયર પેસિફિક બેસિનમાં જ્વાળામુખી અને ફોલ્ટ લાઇનનો એક ચાપ છે. આ પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જેના કારણે વારંવાર શÂક્તશાળી ભૂકંપ આવે છે.









































