અમરેલી એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લા ભાજપ અતુલ કાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના આગમનને લઈને એરપોર્ટ ખાતે જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. મહાનુભાવોએ રાજ્યપાલનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. અમરેલી એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોટાદ જવા માટે રવાના થયા હતા.









































