અમરેલી જિલ્લામાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત તા. ૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તા. ૫થી ૧૦ ઓગસ્ટ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં ચિત્ર, નિબંધ,વક્તૃત્વ, ક્વિઝ, મહેંદી અને રંગોળી સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓએ તા. ૧૧ ઓગસ્ટે સરસ્વતી વિદ્યાલય, અમરેલી ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિયાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનનું સંકલન જિલ્લા નોડલ અધિકારી જી.એમ. સોલંકીએ કર્યું હતું.