બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા આગામી હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાને સફળ બનાવવા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તિરંગા યાત્રાને ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજવા તેમજ વધુમાં વધુ નાગરિકોને જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી ભાવનાબેન ગોંડલિયા, અનિલભાઈ વેકરિયા, તાલુકા ભાજપ પ્રભારી વિઠ્ઠલભાઈ ગજેરા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરિયા, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ખંખર, મહામંત્રી રમેશભાઈ સાંગડિયા તથા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વાઘેલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. બેઠકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવના જનજન સુધી પહોંચાડવા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.