અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બાબરા શાખા સાથે સંકળાયેલી ૧૦ સેવા સહકારી મંડળીઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા બાબરા ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાન દીલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહી સભાને સંબોધી સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃધ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ PACS માટે અમલમાં મુકાયેલા નવા મોડેલ બાયલોઝથી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને વધુ સશક્ત બનાવવામાં આવી છે.ગ્રામ્ય સ્તરે PACS મજબૂત બનશે તો તાલુકા અને જિલ્લા સ્તરની સહકારી વ્યવસ્થા પણ વધુ સુદૃઢ બનશે.






































