સાવરકુંડલાના મઢડા ગામે માલઢોર બાબતે ઠપકો આપતા પાવડાનો ઘા ઝીંક્યો હતો. બનાવ અંગે વલકુભાઈ નાજાભાઈ જાંજા (ઉ.વ. ૩૭)એ રવજીભાઈ ભીખાભાઈ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના ખેતરમાં આરોપીના માલઢોર અવારનવાર આવી જતા હોવાથી ઠપકો આપ્યો હતો. જેથી આરોપીને સારું નહીં લાગતા અપશબ્દો બોલી પાવડાનો ઘા માર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પી. એ. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.





































