એસ. ટી તંત્ર દ્વારા થોડા સમય અગાઉ અમદાવાદ-સોમનાથ વાયા ભાવનગર અને કોડીનાર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ઊના કોડીનાર તરફથી આવતી હોવાથી વેરાવળ જવા ઇચ્છતા મુસાફરોને અગાઉ આ બસ સેવાનો લાભ મળી શકતો નહોતો. આ બસ શરૂ થતાં જ કોડીનારના અજીતભાઈ ચાવડાએ આ બસ સેવાને વેરાવળ સુધી લંબાવવા વોલ્વો ડેપો મેનેજર-અમદાવાદને લેખિત અને ટેલીફોનીક રજૂઆત કરી હતી. આ માંગણી મુસાફરો અને એસટી નિગમ બંનેના હિતાર્થે ખૂબ ઉપયોગી હોવાથી એસટી સતાવાળાઓ દ્વારા આ બસ સેવાને વેરાવળ લંબાવી છે. આ સુધારાથી ધોલેરા, ભાવનગર, મહુવા, રાજુલા પંથકના મુસાફરો માટે વેરાવળ જવા માટે વોલ્વો બસ સેવા ઊપલબ્ધ થઇ છે. આજ રૂટ પર ચાલતી અડાજણ સોમનાથ બસને પણ વેરાવળ સુધી લંબાવવા માગણી થઈ છે.