અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી ૧૫ જુગારીઓના પાસા અવળા પાડ્યા હતા. ત્રણેય સ્થળેથી કુલ રૂ. ૪૧,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.રાજુલાના જુની કાતર ગામે પ્રાથમિક શાળાની પાછળ ટાવર પાસેથી બાબુભાઇ નાગજીભાઇ ચૌહાણ, ભરતભાઇ ચકુરભાઇ મકવાણા, વિપુલભાઇ સવજીભાઇ મકવાણા, બલવીરભાઇ અનકભાઇ ધાધલ તથા રમેશભાઇ લખમણભાઇ સાંખટ જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમતા જુદા જુદા દરની નોટો મળી રોકડા રૂ. ૧૧,૯૦૦ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા.સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી અજયભાઇ મગનભાઇ પરમાર, સંજયભાઇ કાંતીભાઇ સોલંકી, રાકેશભાઇ દેવશીભાઇ વાળકીયા તથા વિક્રમભાઇ દીપકભાઇ સોલંકી જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ રોકડા રૂ. ૧૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.બગસરામાં હામાપુર રોડ બાયપાસ ઇંટોના ભઠ્ઠા પાસેથી પ્રવીણભાઇ શંભુભાઇ ગોંડલીયા, અજયભાઇ રમેશભાઇ વરીયા, મનીષભાઇ ગોવિંદભાઇ સાવડીયા, ધીરૂભાઇ રાઘવભાઇ હડીયલ, પ્રફુલભાઇ વશરામભાઇ નારીગરા તથા મનસુખભાઇ ગોરધનભાઇ માળવી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૪,૪૫૦ સાથે ઝડપાયા હતા.










































