સાવરકુંડલા તાલુકામાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી શુક્રવાર, તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સવારે ૮ઃ૩૦ કલાકે જુના સાવર ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯ઃ૪૫ કલાકે સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલના નવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત યોજાશે. બપોરે ૧૨ઃ૦૦ કલાકે આંબરડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે. આ પ્રકલ્પોથી વિસ્તારના લોકોને વધુ સુલભ, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.









































