લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાત સરકારની SCOPE (Society fro Creation of Opprotunity through Proficiency in English) યોજના અંતર્ગત વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રાવિણ્ય વિકસે, સંવાદ કૌશલ્યમાં વધારો થાય તથા ઉચ્ચ શિક્ષણ અને રોજગારની તકો માટે તેઓ વધુ સક્ષમ બને તે હેતુથી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સરકારી કોલેજ, બાબરાના આચાર્ય ડા. મેહુલ પંડ્‌યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કોપ કો-કોર્ડિનેટર ડા. શબ્બીરભાઈ પરમાર દ્વારા k SCOPE યોજનાના હેતુઓ, નોંધણી પ્રક્રિયા, તાલીમ, પરીક્ષા, પ્રમાણપત્ર તથા વિદ્યાર્થીઓને મળતા વિવિધ લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડ એ વિદ્યાર્થીઓને સતત જ્ઞાનવર્ધન અને કૌશલ્ય વિકાસ તરફ પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.