ઉના તાલુકાના નવાબંદર ગામે રૂ. ૨૪ લાખના ખર્ચે બે આધુનિક નંદઘર આંગણવાડીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી આંગણવાડીઓ તૈયાર થયા બાદ ગામના નાના બાળકોને વધુ સારી શૈક્ષણિક, પોષણ અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે જ સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય તેમજ પોષણ સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે મળી શકશે. ગ્રામજનોમાં આ વિકાસકાર્યને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.