ધોરાજી ખાતે સ્થિત કનેરિયા સ્કૂલ ખાતે જન કલ્યાણ ગ્રુપ અને યુનિયન સ્પોટ્ર્સ ક્લબ દ્વારા ‘જ્ઞાન મંચ સ્પર્ધા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના ૨૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સંસ્થાના ઉદયભાઈ ધીનોજા, જગદીશભાઈ ગામોટ, સુનિલભાઈ નિમાવત, જિતેન્દ્ર હેરમાં અને કિરીટભાઇ ધીનોજા જેવા કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધાના અંતે રણજીતસિંહ જાડેજા, ઈશ્વરભાઈ બાલધા, દિનેશભાઈ ટોપિયા, કિશોરભાઈ રાઠોડ અને ભરતભાઈ બગડા સહિતના આગેવાનોના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ધ્યેય યોગેશભાઈ અંટાળા પ્રથમ, કશ્યપ હેમલભાઈ વ્યાસ દ્વિતીય, વંશ અજયભાઇ પંડ્યા તૃતીય અને વિવાન દીપકભાઈ ઘેલાણી ચતુર્થ ક્રમે ઉત્તીર્ણ થયા હતા









































