છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬૫ તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં ૧૫ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ ખાબક્યોં છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં ૧૧.૩૦, દિયોદરમાં ૧૦.૮૩ અને ખેડાના નડિયાદમાં ૧૦.૩૧ ઇંચ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારના ૬થી ૮ વાગ્યામાં ૧૦૬ તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને લાખાણીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો..
જિલ્લો / વિસ્તાર તાલુકો વરસાદ (મીમી / ઈંચ)
પાટણ સાંતલપુર ૩૮૧ મીમી (સવા ૧૫ ઈંચ)
પાટણ રાધનપુર ૩૪૨ મીમી (૧૪ ઈંચ)
વાવ-થરાદ ભાભર ૨૮૭ મીમી (૧૧.૫ ઈંચ)
વાવ-થરાદ દિયોદર ૨૭૫ મીમી (૧૧ ઈંચ)
ખેડા નડિયાદ ૨૬૨ મીમી (૧૦.૫ ઈંચ)
ખેડા મહેમદાવાદ ૨૧૩ મીમી (સાડા ૮ ઈંચ)
બનાસકાંઠા દાંતીવાડા ૧૮૦ મીમી (૭ ઈંચ)
સુરેન્દ્રનગર થાનગઢ ૧૮૦ મીમી (૭ ઈંચ)
મોરબી વાંકાનેર ૧૭૬ મીમી
બનાસકાંઠા સુઈગામ ૧૭૩ મીમી
આજે સવારે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ચાલુ રહી છે. સવારે ૬ થી ૮ વાગ્યાના માત્ર ૨ કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજ્યના ૧૦૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
આજે સવારે ૧ ઈંચથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓઃ
દિયોદર (વાવ-થરાદ)ઃ ૧.૮૫ ઈંચ
લાખણી (વાવ-થરાદ)ઃ ૧.૭૩ ઈંચ
ધાનેરા (બનાસકાંઠા)ઃ ૧.૪૬ ઈંચ
રાહ (વાવ-થરાદ)ઃ ૧.૪૨ ઈંચ
ઓગડ (બનાસકાંઠા)ઃ ૧.૩૦ ઈંચ
નાનાપોંઢા (વલસાડ)ઃ ૧.૨૨ ઈંચ
ખેરગામ (નવસારી)ઃ ૧.૦૨ ઈંચ
વરસાદના સતત આગમનને પગલે તંત્ર સતર્ક બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.









































