અમરેલી સ્થિત ડી.એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રારંભે વિદ્યાર્થિનીઓ માટે એક વિશેષ સભા યોજાઈ હતી. લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત ગજેરા શૈક્ષણિક સંકુલના આ કેમ્પસમાં ‘ફ્રેશર્સ વેલકમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવી વિદ્યાર્થિનીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ડાન્સ, કૅટવાક અને વિવિધ રમતો જેવી મનોરંજક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.