મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગામની નર્સરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ વૃક્ષો, ફૂલછોડ અને ઔષધીય છોડનું નિરીક્ષણ કરીને પ્રકૃતિ વિશે ઉપયોગી માહિતી મેળવી. વિભાકરભાઈ, પૂજાબેન, એમ.એ. મકવાણા, આર.એમ. ખુમાણ, આર.ટી. લાધવા અને એસ.એમ. ડેગાળાએ પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવો, નર્સરીની કામગીરી તથાવૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી નવી જાણકારી મેળવી. અંતે સ્મૃતિચિત્ર લેવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીને વૃક્ષારોપણનો સંદેશ આપતા એક-એક છોડનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્ટાફે સક્રિય સહયોગ આપ્યો હતો.









































