અહીંના મૂળ વતની નાનજીભાઈ લાખાભાઈ ચાવડાની સુપુત્રી દીપાવલીબેન ચાવડાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિધ્ધિ હાંસલ કરીને બાબાપુર ગામ તથા ચાવડા પરિવારનું નામ રોશન કર્યું છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના શિક્ષણ વિભાગમાંથી પીએચ.ડી. Ph.D) ની પદવી પ્રાપ્ત કરી છે.ડા. દીપાવલીબેને શિક્ષણશાસ્ત્રના માર્ગદર્શક ડા. પ્રીતિબેન ચૌધરીના સબળ માર્ગદર્શન હેઠળ ‘દક્ષિણ ગુજરાતની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની ભાવાત્મક પરિપક્વતાનો અભ્યાસ’ ((A study on emotional maturity of secondary school students of South Gujarat) વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.








































