અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી સ્થિત એસ.એમ. વઘાસીયા ઈંગ્લીશ મીડિયમ લોઅર પ્રાઈમરી સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે PSI–અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સારા અને ખરાબ સ્પર્શનો ફરક સમજાવી તેમની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, કોઈ પણ અણગમતા બનાવ સમયે ડર્યા વગર માતા-પિતા, શિક્ષક અથવા પોલીસને જાણ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.